ક્યાંક વરસી રહ્યું છે ઝરણું એક તારા તરફ,
તને તો નથી રજ ની પણ એ વાતની ખબર,
તારામાં નદી ભણી સમાવવાની છે એક આશ,
કેમ સમજાવું મારા મનને, હ્રદયને, કાશ,
તું સાગર સમો આવીને ભરી લઈશ મને બાથ,
જેટલું સમીપ આવું તું રેત સમું જાય,
હાથ લાંબો કરું અને તારી બાહો દેખાય,
નઈ પામી શકું એ મને મિથ્યા જણાય,
ઝરણું મટી લાગણી હવે ગાંડીતુર થાય,
સમાવી લે તું મને તારામાં, પણ,
તને તો નથી રજ ની પણ એ વાતની ખબર.