તમારું નક્કી જોડાણ મારા શ્વાસ સાથે લાગે છે...
દરેક શ્વાસની સાથે મારા અંતરમાં પ્રસરવા લાગો છો....
તમારું નક્કી જોડાણ મારા મન સાથે પણ લાગે છે...
દરેક વિચાર સાથે વિસ્તરી જવા લાગો છો...
તમારું નક્કી જોડાણ મારા હૃદય સાથે પણ લાગે છે...
દરેક ધબકાર સાથે જીવન જેવા લાગો છો...
તમારું નક્કી જોડાણ મારા અસ્તિત્વ સાથે પણ લાગે છે..
દરેક વખતે મારા કરતાં પણ વધારે મારા લાગો છો...
તમારું નક્કી જોડાણ મારી આત્મા સાથે તો લાગે જ છે...
દરેક જન્મો થી મારા પ્રેમને વધુ નિર્મલ બનાવતા લાગો છો...