અત્યારે આપણે ભલે સપનામાં, ખ્યાલોમાં,
કે પછી કલ્પનાઓમાં જીવતા હોઈએ, બાકી
જો આ એક સવાલ આપણે આપણી જાતને
પૂછી જોઈશું, તો......
તો સેકન્ડના છઠ્ઠા ભાગમાં જ આપણને
ખ્યાલ આવી જશે કે,
એક મનુષ્ય તરીકે આપણે ક્યાં છીએ ❓
એનાં માટે કરવાનું છે,
માત્ર ને માત્ર એટલું જ કે,
શાંત ચિત્તે ખુદને એકજ સવાલ
પૂછી જુઓ કે, ભગવાન ના કરે ને,
જો આજની તારીખે મારી સાથે
કંઈ અજુગતું, કે પછી કોઈ દુઃખદ
ઘટના બને, તો દિલથી, પુરી લાગણીથી
મારી ચિંતા કરવાવાળા કેટલા ?
મને છેક સુધી સાથ સહકાર આપી,
મારાં દુઃખમાં સરખે સરખા
સહભાગી થવાવાળા કેટલાં ❓
👉 તો સચોટ જવાબ મળી જશે👈
કે એક મનુષ્ય તરીકે આ જીવનપથ પર
આપણે શું છીએ ❓ ને ક્યાં છીએ ❓