કોઈ સાથે જોડાયા પછી જોડાયેલા હોવા છતાં અલગ રહેવું અઘરું છે. અઘરું છે તેની સાથે સહજતાથી, નિખાલસપણે વાત કરવી. અઘરું છે, તેના પર ઘણો બધો હક્ક જતાવ્યા પછી હક્ક ન જતાવવો. મંજિલ સુધી પહોંચ્યા પછી તરત પાછા જઈને ફરી પાછા આવવું કોને ગમે? ભલે પછી રસ્તામાં બર્ફીલા પહાડો, ઝરણાં, નદીઓ કે જંગલો હોય, બીજી વખતની એ યાત્રા તમને થકવી નાખે છે.