*ગુલામી*
હે પૈસા, તારો છું હું ગુલામ
રાત - દિવસ જપતો હોઉં છું તારું નામ
સવારે ઉઠીને દોડું છું, તારી પાછળ
રાત્રે સૂતા, માંગુ છું તને ભગવાન આગળ
રાત - દિવસ આવે છે મને તારા વિચારો
લોકો કહે છે, પૈસા પાછળ ગાંડો છે બિચારો
છૂટતા નથી મારા હાથમાંથી પૈસા
વ્હાલા લાગે છે, એટલા બધા મને પૈસા
જીવું છું બહુ કરકસરથી હું
આખી દિવસ, હાય પૈસા હાય પૈસા કરું છું હું
હે પૈસા હવે તો કર, મને તું તારી ચુંગાલ માથી મુક્ત
જીવવી છે મારે જીંદગી, ટેન્શન મુક્ત 👍👍👍
#priten 'screation