જિંદગી ફેલાયેલી પડી છે જંગલ સમી
ત્યાંજ મનનું માંકડુ કૂદયા કરે છે- અહીં તહી
એક અજીબ યુદ્ધ ચાલે છે,અંતરના ઊંડાણ મહી
કંઇક જીત્યો જાહેરમાં,ત્યારે જ કંઇક હાર્યો મન મહી
ભુખ અને ઉંઘ વેચી,ખરીદી આ સવલતો મેં- એ તો ઠીક
પણ એનું શું? જે જગા બાકી છે, નિરાંતની ખિસ્સા મહી
ભેગી કરતો રહ્યો ભીડ સમર્થનોની ભરબજારમાં કાયમ
હવે હડસેલી રહ્યો છું સઘળું,એકાંતની શોધ મહી
સંભળાવી દીધા કિસ્સા તમામ,ગગનને ગઈ રાતે મેં
આજે હું ચુપ છું,ને વરસ્યા કરે છે આભ ચોધાર થઈ
- નિર્મિત ઠક્કર (૨૯/૦૮/૨૦૨૪)