સુખદુ:ખના પડાવ સાથે થતી અવિરત યાત્રા
મંજીલની શોધમાં ક્યાંક સાથે રહેતા,
તો ક્યાંક ભુલાઈ જતા મુસાફરો ની યાત્રા..
જિન્દગીના શોરમાં શાંતિનો અહેસાસ કરાવતા સ્વજનોની પદયાત્રા..
ઢળતી સાંજ ને નવી સવારની આશમાં ધબકતી
મનો-યાતના..
ક્યાંક શિખરો ચુંમતા આનંદની,
તો ક્યાંક નિર્વાહના ભારને વેઠતી યાત્રા..
મારા-તારામાં અટવાઈ જનમ-મરણ વચ્ચે
જૂજતી મહાયાત્રા..
Swati