સનય નો પહેલો રક્ષાબંધન તહેવાર :
__________________________
ચાર દિવસ થી સૂતો નથી અને ત્રણ દિવ્રસ ના છે ઉપવાસ,
રાહ જોઇને બેઠો છુ, કયારે આવે રક્ષાબંધન તહેવાર,
બહેની મારી સૂતી છે , અને હુ બની ઠની ને તૈયાર ,
થાકી ગયો છુ હવે , કયારે આવશે રાખડી બાધનાર,
પહેલે થી કહી દઉ. છૂ , બાધતા પહેલા ગણજો એક નવકાર
હુ બોલતા હજી શીખ્યો નથી ,તમે છો મારા ભાવ સમજનાર,
મીઠાઇ મે હજી ખાધી નથી, કેક કરે છે મને ખુશ ખુશાલ,
પણ બોકસ મા તમે આપજો મને ,તમારો સ્નેહ ભર્યો
પ્યાર,
તમે ગાંઠ એવી બાધજો કે કદી ન છૂટે આ ભાઇ બહેન નો પ્યાર
આશીષ. એવા આપજો કે વહેતી રહે સદા ખૂશી ની ધાર...
જયવંતભાઇ બગડીયા / કવિરાજ