ખાલી નથી વરસતો આ વરસાદ એકધારો...
ભરપૂર લાગણીનો પડઘો છે ધરતી માટે નો...
તલસલાટ છે, તરવરાટ છે,તરખાટ છે...
ઘણા સમયે મળવાનો સળવળાટ છે...
હળવે થી સ્પર્શવાની મોકળાશ છે....
એકસામટું વરસી જવાનો અધિકાર છે...
છતાં એકમેકની સામે કંઇક આડાશ છે...
વરસાદની બુંદો થી જ એકમેકનો એહસાસ છે...
સમર્પણ અને સ્વીકાર માટે બંને તૈયાર છે...
ધરતી અને આકાશ જાણે રાધા ને શ્યામ છે...
-Tru...