Gujarati Quote in Poem by RonnieSays

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વંટોળ:

આ તે કેવા વંટોળમાં વંટોળાયો છું એની ટેવ માં હવે હું પણ ટેવાયો છું

ફસાયેલા છે લોકો સમુદ્રની અધવચ્ચે એક હું છું જે દરિયા ના કાંઠે ફસાયો છું

ખુમારી એવી કે કોઈ આંગળી ચીંધતા વિચારે આ તો જનેતાની જવાબદારીએ દબાયો છું

સુખ દુઃખની લાલસા માં છે સંબંધો અહીંયા હું તો મારા વેરાગ્ય થી પણ વેરાયેલો છું

કોઈ વાત કરે કે ના કરે કોઈ ફરક પડતો નથી ખભા પર મીત્રો નો હાથ છે એટલે સંતોષાયો છું

અંતરના પ્રેમ અંતરમાં રહે તો જ સારું જગજાહેર થતાં બરોબર નો ફસાયો છું

આજે શું !!!કાલે શું !!!ની જાણ નથી મને વીતેલી ક્ષણોમાં પરોવાયો છું.

સંઘર્ષો સાથે સ્મિત જાળવતા શીખ્યું છે મેં મારા રામથી

પરિવારમાં ક્યારેક ખોટું થતા શ્રી કૃષ્ણની ની જેમ વર્તાયું છું

આ તે કેવા વંટોળમાં વંટોળાયો છું એની ટેવ માં હવે હું પણ ટેવાયો છું

:-Ronak Bhartiya.

Gujarati Poem by RonnieSays : 111944933
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now