Gujarati Quote in Blog by સુરજબા ચૌહાણ આર્ય

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પુરુષને પોતાની બહેનના આંસુમાં,
દુઃખ દેખાય પત્નીના આસુમાં નાટક.

ભાઈઓ ના ઘર તૂટવા મા 99% બહેન નો ફાળો હોય છે,
છતાં ઘરના લોકો કહેશે પત્ની પિયર ના રિમોટ થી ચાલે છે.

દિકરી પિયર મા કોઈ વાત નથી કરતી કારણ માતા પિતાને તકલીફ થશે. અને કોઈ માતા પિતા એવુ નથી ઇચ્છતા કે એમની દિકરીનું ઘર ટુટે.

પહેલા માતા પિતા દિકરા ને બગાડે પછી કહે આને પરણાવી દયો એટલે સુધરી જશે. લગ્ન થયા પછી એજ માતા પિતા કહેશે. વહુ આવ્યા પછી દિકરો બગડી ગયો. પહેલા આવો નહોતો.

હર માતા પિતા એવુ ઈચ્છે છે કે એમનો જમાઈ પોતાની દિકરી નું કહ્યુ માને. પણ દિકરો વહુ નું કહ્યુ માને એ કોઈને પસંદ નથી.

હર બહેન એવી ઇચ્છ હોય છે કે મારાં ભાઈઓ મા સંપ રહે. પણ પતિ ભાઈ મા સંપ રાખે આ વાત બહુ ઓછી સ્ત્રીઓ ને હજમ થાય છે.

હર પત્ની ની એવી ઈચ્છા હોય છે કે મારો પતિ મારું કહ્યુ માને. પણ અમુક બહેનો એવુ વિચારતી હોય છે કે મારો ભાઈ મને પૂછીને ઘર ચલાવે ભાભી નું ના માને.

મિત્રો મેં લોકોને એવુ કહેતા સાંભળ્યા છે કે જે ઘરની સ્ત્રીઓ પિયર ના રિમોટ થી ચાલતી હોય એ ઘર ટુટી જાય છે. તો મારું માનવું એવુ છે કે લગ્ન પછી પણ જે ઘરમાં બહેન નું ચાલતું હોય
તો જીંદગી બરબાદ થઇ જાય છે.

સ્ત્રી આખો દિવસ કામ કરે તો સારી લાગે જરાક બીમાર થાય એટલે જાઓ પિયર આરામ કરી આવો.તબિયત બરાબર થઇ જાય એટલે હવે ક્યારે આવો છો ઘરે મમ્મી થી કામ નથી થતું.

માટે મારી હર એક સ્ત્રી ને ભલામણ છે કે તમે તમારા માટે જીવજો કારણ સંસાર બહુ સ્વાર્થી છે કોઈ નહીં કહે કે તમારા માટે જીવો. અને દુનિયા વખાણ મર્યા પછી જ઼ કરવાની છે.
તો વખાણ સાંભળવા માટે મરી થોડું જવાય.


લી. "આર્ય "

Gujarati Blog by સુરજબા ચૌહાણ આર્ય : 111944100
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now