મિત્રો મેં એવો નિર્યણ કર્યો છે કે આજીવન તળેલું અને ફ્રિજ નું ના ખાવુ (એમાં ફક્ત આપણા હિન્દૂ તહેવાર અને મારાં સંતાનો ના જન્મ દિવસ ની છૂટ રાખી છે) એ માં છૂટ રાખવા પાછળ નું કારણ એ છે કે હર જન્મ માં હું એમની માં બનીશ કે એ મારાં સંતાન બનશે એવી કોઈ ગેરંટી નથી. એટલે તહેવાર સાથે મળી ને ઉજવી શકીએ. ફ્રિજ નું અને તળેલું ખાવાનું બંધ કરીને આપણે આપણા શરીર ને 80% બીમારીઓ થી બચાવી શકીએ. કદાજ કોઈને શંકા આવે કે આ જમાનામાં કોઈ આવુ ના કરી શકે તો જણાવી દઉ મેં એકવાર 19 વર્ષ ની હતી ત્યારે સાધુ મહાત્મા ઓ ની જેમ તપ કરવાનું શોખ થયો હતો. કારણ હું નાનપણ થી જ઼ બહુ ધાર્મિક છું. તો મેં મમ્મી પપ્પા ને કહ્યા વિના 14 મહિના ઉપવાસ કર્યા હતા. રસોઈ હું બનાવતી એટલે મમ્મી કહેતી જમી લે તો હું કહી દેતી રસોડા માં જમી લીધું.ફક્ત ફ્લાહાર કરીને 14 મહિના પછી મારું શરીર બહુ પાતળું થઇ ગયું. ચકર આવતા એટલે દવાખાને ગયા. ત્યારે રસ્તા માં મેં મમ્મી પપ્પા ને કહ્યુ મેં 14 મહિના થી અનાજ નથી ખાધું. મમ્મી પપ્પા ગુસ્સે થયા વહેલું ના કહેવાય કઈ થઇ ગયું હોત તો. પછી ડોક્ટર એ મને કહ્યુ
બેટા તારામાં 5% લોહી છે. જો અનાજ ખા તો જ઼ દવા આપું. પછી મેં મગનું પાણી પીધું. શરૂઆત માં કારણ 14 મહિના અનાજ મુકવાથી અનાજ હજમ ના થાય, પછી ધીરે ધીરે અનાજ ખાવાનું ચાલુ કર્યું. 21/1/2011 થી 11/2/2012 સુધી ઉપવાસ કર્યા હતા. પછી હું બહુ બીમાર રહેતી કારણ બહુ વિટામિન ઘટી ગયા હતા શરીર માં.
લી. "આર્ય "