Gujarati Quote in Motivational by સુરજબા ચૌહાણ આર્ય

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો અમુક નાસ્તિક લોકો કહે છે , કે જો મંદિર માં ભગવાન હોય તો બહાર ભિખારી ભીખ સુ કામ માંગે છે.

તો મિત્રો જે મંદિર માં જાય છે એને ભીખ માંગવાની જરૂર નથી પડતી.ભિખારી ને ભગવાન થી નહીં પૈસા થી મતલબ હોય છે એ લોકો મંદિર માં જતા જ઼ નથી. ( કોઈ ભગ્યેજ જતું હશે )

છતાં મંદિરના દ્વાર સુધી આવે તો પણ
ભગવાન એને ખાલી હાથ જવા દેતો નથી .

અને અમુક બુદ્ધિ જીવીઓ એવુ પણ કહેતા હોય છે, કે ગરીબ મંદિરની બહાર ભીખ માંગે છે, અને અમીર મંદિરની અંદર.

તો એ લોકો ને કહી દઉ કે ભગવાન આપણા સૌનો પિતા છે અને પિતા પાસે માંગવાને ભીખ ના કહેવાય.

ઇન્સાન પાસે માંગે એટલે ભીખારી કહેવાય,
ભગવાન પાસે માંગે તો ભગવાનનો ભક્ત કહેવાય .

માટે ક્યાં માંગવું એ તમને આવડવું જોઈએ. આગળના જમાનામાં દેવ,દાનવ અને મનુષ્ય તપ કરી અને ભગવાન પાસે વરદાન માંગતા હતા. તો શુ એ બધા ભિખારી હતા.

માટે જેને શાસ્ત્ર નુ જ્ઞાન ના હોંય પશ્ચિમી
વિકૃતિમાં માનતા હોય એ જ઼ આવુ કહે છે.

કે જે મંદિરની બહાર માંગે એ અને
મંદિર ની અંદર માંગે એ બંને ભિખારી છે.

શુ તમે તમારા માતા - પિતા પાસે ઘરમાં
પૈસા નથી માંગતા શુ તમે ભિખારી છો.

તો મંદિર એ ભગવાનનુ ઘર છે
આપણે સૌ એના બાળકો છીએ.

ઘણા એવુ પણ કહેતા હોય છે મંદિર એ માંગવાની,
જગ્યા નથી. મળ્યું છે એનો આભાર માનવાની જગ્યા છે.

તો ઘર એક મંદિર છે તમારી પત્ની એ તમને વારસદાર આપ્યો. માતા પિતાએ જન્મ આપ્યો. ત્યાં આભાર માનો ને. ઈશ્વર ખુશ થઇ જશે. મંદિરે જવાનીય જરૂર નથી.

માં બાપ સાક્ષાત ભગવાન છે. પણ તમને પથ્થરની મૂર્તિઓ માં જ઼ ઈશ્વર દેખાય છે કારણ મૂર્તિ કઈ બોલી નથી શક્તિ એટલે. માં બાપ ખરું ખોટું કહે છે એ ગમતું નથી.

પત્ની બધાને સીતા જેવી જોઈએ,
છે રામ બનવું ગમતું નથી.

ઈશ્વર ઇન્સાન ને એના કર્મ મુજબ આપે છે. કારણ ઔકાત કરતા વધારે મળે ત્યારે ઇન્સાન બગડી જાય. માટે આપણને જોઈએ એ ઈશ્વર નથી આપતો પણ આપણને આપણી લાયકાત મુજબ આપે છે.
લી. "આર્ય "

Gujarati Motivational by સુરજબા ચૌહાણ આર્ય : 111942144
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now