તું જિંદગી ને જીવી લેને,
એને સમજવાની કોશિશ શા માટે કરે છે?
સુંદર સ્વપ્નોના તણખલાં ને ભેગાં કરી લેને,
તે ના પૂરા થવાનાં ડર ને લઈને શા માટે ફરે છે?
ચાલતા સમય ની સાથે તું પણ ચાલ ને,
તેને સમેટવાની કોશિશ શા માટે કરે છે?
તારા હાથ ને ફેલાવ અને ખુલ્લી ને શ્વાસ લેને,
અંદર ને અંદર મુંઝાયા શા માટે રાખે છે?
કોઈક વાત ભગવાન પર છોડી દેને,
બધું જાતે જ ઉકેલવાની કોશિશ શા માટે કરે છે?
મંજિલ તો મોત છે અને રસ્તા માં મોજ છે,
તો એ રસ્તા પર જલદી ચાલવાની કોશિશ શા માટે કરે છે?
તું જિંદગી જીવી લેને...
જીવવાથી આટલું શા માટે ડરે છે...?
❤️❤️❤️ #life