મોત પહેલાં મરવાનું ના વિચારો.
પાનખર દૂર ખરવાનું ના વિચારો.
ક્યારેક વિચાર ઘટના બની જાય,
રમીએ છીએ હારવાનું ના વિચારો.
ધપ્યે જાઓ મંઝિલ લગી સતત,
એમાં પાછા ફરવાનું ના વિચારો.
તમે જ તમારા છો ભાગ્યવિધાતા,
કોઈના કદી બોલવાનું ના વિચારો.
થાક લાગે, હિંમત ખૂટે એ સહજ,
પગલાં પારોઠ ભરવાનું ના વિચારો.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.