મિત્રો ઘણા ને એવું લાગે છે કે દીકરી સાસરે જાય છે એટલે વૃદ્ધાશ્રમ વધ્યા છે.
જો દીકરી સાસરે જવાથી વૃદ્ધાશ્રમ વધ્યા હોય તો
પુરુષ સાસરે જતો હોય તો અનાથાશ્રમ વધ્યા હોત.
મિત્રો દીકરી સાસરે જાય છે ને એટલે આ
દુનિયા ચાર યુગથી ટકી આવી છે
"જો પુરુષ સાસરે જતો હોત ને
તો દ્વાપર માં જ પૂરું થઈ જાત "
સ્ત્રી સહનશક્તિની મૂર્તિ છે. મિત્રો તમે વિચારો કે કોઈ સ્ત્રી પરણીને આવે એના ચાર નાના દેર હોય દરેકને પોતાના ભાઈ સમાન ગણશે.
હવે તમે વિચારો કે પુરુષ સાસરે જતો હોય ચાર સાળી હોય કયો પુરુષ પોતાની સગી બહેન સમાન ગણશે.
કદાચ 100 માંથી એક નીકળે એવો મહાપુરુષ એના ઉપરથી જ તમે અંદાજ લગાવી શકો છો પુરુષ સાસરે જતો હોત તો સમસ્યાઓ કેટલી વણસી ગઈ હોત આપણા પૂર્વજોની બુદ્ધિને સલામ છે.
લી. "આર્ય "