પરેશાનીઓ તો જીવનમાં જીવ માત્રને નડે છે,
આગળ એજ઼ વધે છે જે મુશ્કિલો સામે લડે છે.
તકલીફોનો માર દરેક જીવને જીવનભર પડે છે,
કારણ પરિસ્થિતિઓ જ઼ ઇન્સાન ને ઘડે છે.
ચાલતા ચાલતા ઇન્સાન અનેકવાર પડે છે,
ત્યારે જીંદગી તેને ચાલતા શીખવાડે છે.
પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી કારણ સફળતા,
એને જ઼ મળે છે જે અગાથ પરિશ્રમ કરે છે.
લી. "આર્ય "