મિત્રો મારી પાસે અમુક સવાલ છે જેના જવાબ તમને કોઈને પણ આવડતા હોય તો આપજો. નહિતર હું કોશિશ કરીશ સાચો જવાબ મેળવવાની. મારાં મગજમાં બહુ મોટા મોટા સવાલો આવ્યા કરે છે. જેના કારણે મને જ્ઞાન મળે.
1= યુગ સહસ્ત્ર યોજન પર ભાનુ લીલ્યો તાહી મધુર ફલ જાનુ
તો મને એ પ્રશ્ન થાય છે કે તુલસીદાસે ધરતી પર બેઠા બેઠા કઈ રીતે અંદાજ લગાવ્યો હશે કે સૂર્ય પૃથ્વી થી યુગ નો મતલબ 12000 વર્ષ. સહસ્ત્ર મતલબ 1000 . યોજન મતલબ 8 માઈલ .પૃથ્વીથી આટલી દૂર છે.
2= ચિત્રગુપ્ત મતલબ આપણો મગજ અંદર હર પાપ પુણ્ય આપણે જે પણ કંઈ કરીએ છીએ તે કેપ્ચર કર્યા રાખે છે.
તો આપણો પડછાયો યમરાજ તો નહિ હોય ને કારણ મૃત્યુના છ મહિના પહેલા પડછાયો સાથ છોડવા લાગે છે.
3= વૈજ્ઞાનિકોનું કેવું છે કે માનવ મગજ સપના બનાવી નથી શકતું. ભૂત ભવિષ્ય અને વર્તમાનના સપના આવે છે.
પણ મારું માનવું એવું છે કે કવિ અને લેખકોનું મગજ સપના બનાવી શકે છે. બાકી આમ પબ્લિકનું મગજ સપના બનાવી શકતું નથી.
4= 12 રાશિ +27 નક્ષત્ર+ નવ ગ્રહો =48.
14 લોક માનવામાં આવે છે. તો પૃથ્વીની ઉપર સ્વર્ગ છે
પૃથ્વીની નીચે નર્ક છે. અને પૃથ્વી 14 લોકના વચ સેન્ટરમાં છે
તમે એમ સમજો કે પૃથ્વી છે એક શોરૂમ છે ત્યાં બધું મળે નરકની વસ્તીએ મળે અને સ્વર્ગની વસ્તીએ મળે કારણ સ્વર્ગમાં જે પાપ કરે એને પૃથ્વી ઉપર મોકલી દેવામાં આવે અને પૃથ્વી ઉપર જે વધારે પાપ કરે એને નર્કમાં મોકલી દેવામાં આવે પૃથ્વી નીચે જે પણ લોક છે એમાં મોકલી દેવામાં આવે કારણ કે ધાર્મિક આત્મા છે વજનમાં હલકી હોય છે એટલે ઉપરની તરફ ગતિ કરે છે પાપી જીવ હોય એ વજનમાં ભારી હોય છે એટલે પૃથ્વીની નીચે તરફ ગતિ કરે છે.
આવા સવાલ જવાબ કોઈને મગજમાં આવતા હોય તો કમેન્ટ જરૂરથી કરજો કારણ કે કોઈની નિંદા કરવી એના કરતાં સારું છે.
"આર્ય "