પ્રેમ તો બંને તરફથી સાચું હતું કુદરતને,
મનજુર ના હતું એટલે એ મને છોડી ગયો.
કાંતો એના હાથમાં મારી લંકીર નહિ હોય,
કા અમારા ભગ્ય માં એનો સાથ નહિ હોય.
એ મજબુર હશે અંગત કહેવાતા સ્વજનો પાસે,
નહિતર દિલની ધડકન સાથ છોડીને ના જાય.
વિશ્વાસ હતો મને મારા કરતાં વધારે એના પર ,
એ આમ થોડા મધદરિયે એકલા મૂકીને જાય.
કંઈક તો મજબૂરી રહી હશે એમની જે અમને કહી,
ના શક્યા પણ અમે આ ઘાવ એકલા સહી ના શક્યા.
✍️ચૌહાણ સુરજબા "આર્ય "