અમરાવતી સમાન અયોધ્યાનો ભાઈ ભરત,
માટે ત્યાગ કરનાર રામ ક્ષત્રિય હતા.
92 લાખ માળવાનો ત્યાગ કરનાર ગોળ,
બંગાળના રાજા ગોપીચંદ ક્ષત્રિય હતા.
આત્મજ્ઞાન માટે સંસારનો ત્યાગ,
કરનાર ગૌતમ બુદ્ધ ક્ષત્રિય હતા.
જન કલ્યાણ માટે સંસારનો ત્યાગ,
કરનાર વિક્રમાદિત્ય ક્ષત્રિય હતા.
સોનાની દ્વારિકા નો ત્યાગ કરનાર,
ભગવાન શ્રીકૃષ્ણ ક્ષત્રિય હતા .
ચોરીના ચોથા ફેરે વરમાળા નું બંધન તોડીને,
ગૌરક્ષા માટે જનાર વચ્છરાજ ક્ષત્રિય હતા.
હિન્દૂ ધર્મ બચાવવા માટે પોતાના સંતાનો ને ઘાસ ની રોટી પીરસનાર અને અકબરને હરાવનાર મહારાણા પ્રતાપ ક્ષત્રિય હતા.
આંખો ના હોવા છતાં સુલતાન ને મારનાર,
પૃથ્વીરાજ ચૌહાણ ક્ષત્રિય હતા.
બાળપણમાં અમૃત ની જગ્યાએ ઝેર પીને મોટા થનાર,
હિન્દૂ ધર્મ બચાવનાર શિવાજી મહારાજ ક્ષત્રિય હતા.
ચારણને સિંહ નુ કાન પકડીને,
દાન કરનાર પરમાર ક્ષત્રિય હતા.
પત્ની નુ દાન લેવા આવેલ ચારણને મહેલના દરેક,
ઝરૂખે દર્સન આપનાર રાણો કુભો ક્ષત્રિય હતા.
મુસ્લિમ ધર્મની દિકરીઓ ની ઈજ્જત અને આબરૂ,
બચાવી વીર થનાર અબડો અડભંગ ક્ષત્રિય હતા.
કુરુકક્ષેત્રના મેદાનમાં પોતાના હક,
માટે લળનાર પાંડવો ક્ષત્રિય હતા.
જેનાં નામ પરથી ભારત દેશનું નામ,
પડ્યું એ ભરત ક્ષત્રિય હતા.
એક હોલા ના પ્રાણ બચાવાવ માટે પોતાના,
અંગોનું દાન કરનાર શિબિરાજા ક્ષત્રિય હતા.
ગંગાને સર્ગમાંથી ધરતી પર,
લાવનાર ભગીરથ ક્ષત્રિય હતા.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "