તને પ્રેમ કર્યો અને
કરતી રહીશ..
એજ જીવન હતું ...
પ્રેમની દુનિયા હતી..
તારાં મિલનની આસ હતી..
તારાં પ્રેમની ચાહ હતી..
તારાં સ્પર્શની તરસ હતી..
તને એક નજર જોવાની રાહ હતી..
ખૂબ મજબૂત પ્રેમનાં સ્તંભ હતાં..
એજ હવે નથી રહ્યાં..
બધું વિખરી પડ્યું..
લાગણીઓ નાં તોરણો વિખર્યા..
અર્ધ સ્ત્યએ વિશ્વાસ દગાવ્યા..
નજર લાગી કે શ્રાપ સાચો પડ્યો
કે બધાની યુક્તિ કામ કરી ગઈ..
આજ નિયતિ હશે કે
આજ આપણું ભાગ્ય
એ નથી ખબર..
બધુંજ નિર્જીવ કરી ગયું..
નથી કોઈ એહસાસ
નાં કોઈ હવે ઉત્સાહ
નાં કોઈ ચાહ નાં ઈચ્છા
ઠરેલી યાદો છે...
ને ભ્રમનું આ જીવન..
નથી રહ્યું કશુંજ હવે ..
પામવા ગુમાવવા..
આ ક્રૂર સમય ..
ધસળતું રહ્યું જીવનભર..
મને નિર્જીવ જીવાડી
મારાં અંતમાં પણ
શું આપશે હવે આનંદ ?
અવંતિકા