પારકા બૈરા દૂરથી દેખાય છે ઠાકોરજીની,
મૂર્તિ નજીકથી પણ ક્યાં દેખાય છે.
કોઈની નિંદા કરવી હોય તો,
જીભ સળસળાટ દોડે છે.
પણ પ્રભુ ભજન કરવું હોય તો,
અમારાથી હવે ક્યાં બોલાય છે.
કોઈની નીંદા થતી હોય તો,
દીવાલમાંથી સંભળાઈ જાય છે.
કથા શ્રવણનું કહો તો કહે,
કાને હવે ક્યાં સંભળાય છે.
પારકુ ખાવું હોય તો પેટ ભરીને ખવાય છે,
ઘરનું ખાવુ પડે તો પેટ ખરાબ થઇ જાય છે.
કોઈનું કામ બગાડવું હોય તો,
ઘરનું ભાડું ભરીને બગાડી આવશે.
પણ કોઈનું સારું કરવું હોય તો,
ઉમરા પણ ડુંગરા જેવડા દેખાય છે.
મિત્રો રામનું નામ તો ભાગ્યમાં લખ્યું હોય તો જ લેવાય છે,
બાકી રામ મંદિર નો પૂજારી પણ પ્રભુ સ્મરણ વિના જાય છે.
લી. "આર્ય "