હૃદય સોંસરવું ઊતરી જાય એવું લખીએ.
કોઈ ના પૂછે કે ના સમજાય એવું લખીએ.
વાંચીને થઈ જાય વિચારતાને જાય સ્પર્શી,
વારંવાર વાગોળવાનું મન થાય એવું લખીએ.
ઝણઝણી ઊઠે દિલતાર આતમ થાય રાજી,
લીટીએ લીટીએ એ હરખાય એવું લખીએ.
શબ્દચિત્ર થાય ખડુંને આસપાસનું ભૂલાય,
જાણે કવિના વહેણમાં તણાય એવું લખીએ.
ડીલીટ કરતાં દિલ ડંખેને વારંવાર જે વંચાય,
કવિને રખે મળવાની ઈચ્છા થાય એવું લખીએ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.