જરૂર નથી સોળે સનગાર ની
આ સાદગી જ સારી લાગે છે,
કરું છું ક્યાં વાત સુંદરતા ની કે
આ આખો ને કાજળ સારી લાગે છે,
હવાઓ ને પણ મદહોશ થવાનું મન થાય
આ ખુલી લટ સારી લાગે છે,
કેહતા હશે બધા તમને,
આ મુખ પર સ્મિત સારું લાગે છે,
આ પગ ને કોરા ના રાખો
એમાં પાયલ સારી લાગે છે,
તમને જોઈ ચાંદ પણ શરમાઈ જશે,
કે આ નાક ને નથડી સારી લાગે છે,
થોડું ધ્યાન પોતાના પર આપજો
આ સુંદરતા ને સાદગી જ સારી લાગે છે,
પૂછી લેજો દર્પણ ને એ પણ કેશે
આ કાન ને બુટી સારી લાગે છે
-Riyansh