*બધામાં કાર્ય પ્રત્યેની નિષ્ઠા અકબંધ હતી*
ચાહતની એક દરકાર હતી,
મુર્તિ માં પ્રકાશીત જ્યોત હતી..!
વાયરાઓ ઘણા વાયા હતાં,
એ તુફાન ની સોગાદ હતી..!
એક પ્રાણ ફુંકાયો બધામાં,
એ કુટુંબ કલ્યાણ ની સાચી શ્રદ્ધા હતી..!*
એકમેક ના સાનિધ્યમાં, પરીવારની સાચી નિષ્ઠા હતી..!
બદલાતા સમયની સાથે અડંગ હતા,
સાકળની જેમ જોડાયેલા બધા હતાં..!
"સ્વયમભુ"બધા માં શિવનું રૂપ હતું,
ભોળા ભાવે પ્રજવલિત હતું,
કાર્ય પ્રત્યે બધાનું પ્રાગટ્ય હતું,
પ્રસબુંદની સુગંધ ચારે કોર હતી...!
*માટે બધામાં કાર્ય પ્રત્યેની નિષ્ઠા અકબંધ હતી..!*
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ