Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રામનામની લગની લાગી,
મોહ, માયા, મમતા ત્યાગી.
અંતર્યામી અંતરે વસતા,
જનેજનમાં એ પરખાતા,
હું તો કેવળ રામ અનુરાગી...1
સર્વસ્વ મારે સીતાપતિને,
સ્મરણે રહેતી સદા મતિને,
અજ્ઞાન તમસ થકી હું જાગી...2
અઢળક સંપદા નામ તમારું,
હરિવર નિશદિન એવું વિચારું,
ઝંખના રઘુવીર નામની લાગી...3
અંતર અંતરથી અંતર ઘટતું,
સહજ મુખેથી નામ નીકળતું,
રહી નિતનિત દરશન માગી.. .4

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 111937096
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now