Gujarati Quote in Poem by Jayvant Bagadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*"સનય" નો પહેલો વરસાદ* 🌧️ ☔
____________________

વહેલો વહેલો આવજે તું,
આ *સનય* ને તુજ સાથે રમવું છે.
મન મૂકી ને વરસજે તું,
*સનય* ને પહેલાં વરસાદમાં નહાવું છે.

વાદળોના ગડગડાટ બંધ ના કરતા,
નગારા સાથે એને નાચવું છે
વિજળીના ઝબકારામાં પ્રભુની,
*સનય* ને ભારે લાઈટિંગ જોવી છે.

સાત સમંદર પારથી આવ્યો છે,
સાત રંગોની રંગોળી જોવી છે.
દાદાને ભીંજવીને હવે,
તેમની સાથે મસ્તીની હોળી રમવી છે.

ધગધગતા સૂરજની,
આસમાનમાં જઇ આગ હોલવવી છે,
જયવંતદાદા ને હવે ફરી બાળપણ બોલાવી,
સનય સાથે રમવું છે.
સનય સાથે રમવુ છે....
સમય સાથે રમવુ છે....

*- જયવંત બગડીયા / કવિરાજ*

Gujarati Poem by Jayvant Bagadia : 111936711
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now