Gujarati Quote in Poem by Awantika Palewale

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લાગણીને મારી હારવા નથી દેતો 🌹
બુંદ ઝાકળની નયનમાંથી ફરવા નથી દેતો 🌹

જિંદગીની દોડમાં પાછળ રહેવા નથી દેતો 🌹
મારા માટે બસ એક તું મોજનુ સરનામું બનતો🌹

તેજ ચહેરાનું તારાં થકી તો ઉજળું છે વેદનાં નું🌹
વમળ ની સ્થિરતામાં મારી આદત છે તું 🌹

થાકના શ્વાસ ને હૂંફની ભેટ આપે છે તું 🌹
નથી વિસામો મારો બસ તારા સિવાય 🌹

શબ્દોના દાયરામાં ક્યારેય બાંધી નથી તે મને 🌹
એટલે જ ખુલ્લી કિતાબ બની છું. તારી પાસે 🌹

નસીબ તો કૃષ્ણના પણ અલગ હતા અહીં 🌹
સાંભરે જ્યારે દ્રૌપદીની લાગણી નો ભાર હતો 🌹

મીઠાશ નો અનુભવ પ્રણયમાં નથી મળતો 🌹
તારી અડધી ચા નો જવાબ નથી મળતો 🌹

વૈભવ માં આળોટતો દ્વારિકા નો નાથ પણ 🌹
દોડ લગાવતો સુદામાના ચરણ પખાળવા 🌹

વેદનાની કલમે 💓❤️

Gujarati Poem by Awantika Palewale : 111936218
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now