જો હૃદયને પ્રેમનો સ્પર્શ થઈ જાય તો,
સૂકાયેલા ફૂલો પણ મીઠી યાદ બની જાય!
જો શ્રધ્ધાને પ્રેમનો સ્પર્શ થઈ જાય તો,
પથ્થરની મૂરત પણ ભગવાન બની જાય!
જો મનને પ્રેમનો સ્પર્શ થઈ જાય તો,
દુઃખ પણ સુખનો અણસાર બની જાય!
જો જીવનને પ્રેમનો સ્પર્શ થઈ જાય તો,
દર્દ પણ જખ્મોની દવા બની જાય!!
-તની
#Pain