ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોય,
દો પેઠન કે બીચ મેં સાબુદ બચ્ચા ના કોઈ .
તો આ દુહા દ્વારા કબીર કહેવા માંગે છે, કે ચક્કી એટલે? સમયનું ચક્ર! દો પથ્થર એટલે? એક પાપનું અને એક પુણ્યનું એમ બે પડ
( ચક્કી માં અનાજ પીસાય છે ) સમય ચક્રની ચક્કીમાં ઇન્સાન પીસાય છે એમાં સાબુદ કોઈ નથી બચતું દરેકને તેના પાપ અને પુણ્યનું ફળ અવશ્ય મળે છે.
મિત્રો કબીર વાણી છે, પાનબાઈ ના ભજનો છે, ગંગા સતી ના ભજનો છે, મીરાબાઈના ભજનો છે, આ બધા આત્મજ્ઞાન પ્રાપ્તથયા પછી ની વાણી છે. એટલે અમુક લોકોને સમજવી અઘરી લાગે છે. પણ સો ટકા સત્ય છે બધી વાતો. જ્ઞાને આત્માનો ગુણધર્મ છે. હર જીવ પાસે આત્મજ્ઞાન હોય છે. જાગૃત ફક્ત ઇન્સાનમાં જ થાય છે. એ પણ કુંડલીની જાગરણ દ્વારા.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "
#Depression