એક સંતાન ના ઉજળા ભવિષ્ય પાછળ બાપ નો ત્યાગ, સહનશીલતા અને સમર્પણ
અને
આંબા ના કઠોર યાતના સહન કરી પ્રકૃતિ સાથે લડી ને મીઠી કેરી આપવાની વૃત્તિ
આ બન્નેમાં એક બારીક સામ્યતા જોવા મળે
અહીં આંબો એટલે એક પિતા
અને કેરી એટલે તેનું સંતાન
વર્ષોની પ્રતીક્ષા પશ્ચાત આંબો (પિતા) અડીખમ ઉભો થયો છે. ઠંડી,વરસાદ અને કાપરી ગરમી આંબા (પિતા) એ સહન કર્યું છે અને બધું સહન કરી ફળ સ્વરૂપે આવેલી મીઠાશ તેની કેરીમાં (સંતાનમાં) પીરસી દીધી છે તેની શાખામાંથી આવેલ કેરી (સંતાન) માં મીઠાશ ભરી છે છતાં સમય આવ્યે એ જ ફળ(સંતાન) આ જ પરોપકારી આંબા (પિતા) થી વિખૂટો પડી જવાનું દર્દ આ ઝાઝરમાન આંબા (સહનશીલ પિતા) એ સહન કર્યું છે.
જ્યારે કેરી(સંતાન)માં તમામ ગુણ આવી ગયા સમાજ ને જોઈતી બધી મીઠાશ આવી ગઈ ત્યારે તે જ કેરી (સંતાન) આંબા(પિતા)ના વર્ષોથી કરેલા સતકર્મ, ત્યાગ અને બલિદાન ને છોડી અલગ પડી જાય છે એની શાખા થી એવી રીતે અલગ થાય છે જાણે પ્રાણ ત્યાગતી વખતે તન ને કષ્ટ થાય એવું દર્દ એક આંબો(પિતા) કેરી(સંતાન) ને પરિપક્વ, મીઠાશ થી ભરપુર બનાવ્યા બાદ પણ શાખા થી દુર થઇ વિખૂટો પડવાનું સાહસ કરે છે.
અને અંતે આંબો(પિતા) આને કુદરત નો ક્રમ, પ્રકૃતિ નો નિયમ સમજી ને કેરી (સંતાન) ની ઈચ્છા મુજબ તે તેને અલગ થવા ના દુઃખ છુપાવી અને એક આંબા(પિતા) ના કેરી(સંતાન) પાછળ કરેલ મહેનત અને આંબા(પિતા) એ સહન કરી ને કેરી(સંતાન) માં જે મીઠાશ ભરી છે આ બધું ક્ષણવારમાં ભૂલી અને સ્વાર્થી કેરી(સંતાન) ને તેની શાખા થી દુર કરે છે અને છતાં ભી શાખા થી દુર કરતી વખતે આંબા (પિતા) એ એ રીતે ધીમે રહીને પછાડે છે કે જેથી કરીને કેરી (સંતાન) ને વધુ ચોટ ના વાગે..
#Mango