જે જજ છે એને ન્યાય કરવા દે,
તું મોટો જસ્ટિસ ચૌધરી ના બન..
ગોઠવ્યા છે કેમેરા એને સમગ્ર સૃષ્ટિમાં,
તું મોટો કેમેરામેન ના બન,
નથી ભૂલતો એ એડ્રેસ કોઈના,
તો મોટો જાસુસ ના બન,
પહોંચાડશે એ દરેકનું કર્મ દરેકને,
તું મોટો ટપાલી ના બન.,
જાણે છે એ બધાનો સાચું ખોટું,
તું મોટો જસ્ટિસ ચૌધરી ના બન.
મિત્રો, આપણે ઘણી બધી પરિસ્થિતિ આપણા હાથમાં ના હોય છતાંય આપણે બધા વિશે જજમેન્ટ લઈ લેતા હોય અને એને સજા મળવી જોઈએ એવા પ્રયત્નો પણ કરતા હોઈએ. જ્યારે તમે કોઈને પહોંચી નથી વળતા અને તમે સજા નથી કરી શકતા ત્યારે ઉપરવાળો જસ્ટિસ ચૌધરી છે એ કોઈના ભી કર્મ નું ફળ એમના યોગ્ય એડ્રેસ પર પહોંચાડશે જ.
#Justice