Gujarati Quote in Motivational by Dr Bharti Koria

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ત્રણ ટાઈપના લોકો

આ સમાજમાં ત્રણ ટાઈપના લોકો જોવા મળે છે અને એની પાછળનો માનસિક સામાજિક કારણ પણ છે
1. સર્વગુણ સંપન્ન લોકો: આવા લોકોને ટાઈપ A પર્સનાલિટી પણ કહેવાય છે. આવા લોકો બીજા કોઈને કંઈ ગણતા નથી. આવા લોકો એક ઊંચા ગ્રંથિથી પીડાય છે. એમને એવું લાગ્યા કરે છે કે એમને બધી જ ખબર છે. ને બધું જ આવડે છે. એમને કોઈની જરૂર નથી. બીજાના મંતવ્યો અને માનનો એમને કોઈ મહત્વ નથી. એ માણસો બીજાને દબાવી અને પોતાને સારા સાબિત કરવામાં હંમેશા લાગ્યા રહે છે.

માનસિક -સામાજિક કારણ :: આવા લોકોને નાનપણમાં ખાસ કોઈ લાગણીઓ મળી નથી હોતી. ખરેખર તો તેઓ લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે. આના કારણે તેઓ એવું વિચારી લે છે તે મોટા થઈને દાદાગીરી નહીં કરીએ તો આપણે ક્યાંય ચાલતું નહીં. આવા લોકોને પ્રેમ, માન સન્માન, મને સાંત્વના કે લાગણીઓ મળી નથી હોતી. એટલા માટે તેઓ દાદાગીરી કરી અને પોતાની જાતને સંતુષ્ટ કરે છે. પોતાની જાતને એવું સાબિત કરે છે કે બધા મારું કેટલો સન્માન કરે છે.

2. માયકાંગલા લોકો: આવા લોકો પણ એક જાતની લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે. પરંતુ આ લોકો બેલેન્સ કરવા માટે દાદાગીર નો ઉપયોગ કરતા નથી. આ લોકો એવું માને છે કે કોઈની સાથે માથાકૂટ કરવાથી કે આપણો હક માગવાથી આપણને મળશે નહીં. જાતો કરવામાં મજા છે. એ ક્યારેય પોતાની સામે સ્ટેન્ડ લેશે નહીં એ સાચા હોય ત્યારે પણ. પોતાની ની આસપાસ વાળા સાથે પણ તેઓ ખાસ હસે મળશે નહીં.

માનસિક સામાજિક કારણ : આવા લોકો નાનપણમાં બહુ જ અસંતુલિત વાતાવરણ મળ્યું હોય છે. નાનપણમાં એમણે પ્રેમ,લાગણીઓ, ભાવનાઓ, પામવા માટે ખૂબ પ્રયત્ન કર્યા હોય પરંતુ થાય છે એવું કે એમને કંઈ મળતું નથી અને એમની સ્ટ્રગલ વેડફાઈ જાય છે. આને કારણે એમની એક માનસિક રીતે એવી થઈ જાય છે કે આપણે સ્ટેન્ડ લઈએ કે ના લઈએ લોકો નામ તો જોખવાના નથી. આવા લોકો જાતો કરે અને પોતાની જાતને સંતુષ્ટ કરે છે કે જે ભગવાન ઈચ્છે એ જ થાય છે.

૩. સંતુલિત માણસો: આવા માણસો હશે બોલે અને સામાજિક રીતે પોતાને સારી રીતે પ્રેઝન્ટ કરે છે. જ્યાં જરૂર પડે ત્યાં સ્ટેન્ડ લે છે અને જ્યાં જરૂર પડે ત્યાં શાંત પણ રહી જાણે છે. આવા લોકો જિંદગીમાં વધારે સક્સેસફૂલ થતા હોય છે. એમને કોઈને દબાવવા પડતા નથી અને પોતે પણ કોઈ જાતની લઘુતા ગ્રંથિથી પીડાતા નથી હોતો.

માનસિક સામાજિક કારણ: આવા લોકો આસપાસ એવા લોકોથી ઘેરાયેલા હોય છે જે હંમેશા પ્રેરણાત્મક હોય છે એમને સાચી માહિતી આપતા હોય છે અને એમને ક્યાં સ્ટેન્ડ લેવો અને ક્યાં શાંત રહેવું એવું સંતુલિત માતા-પિતાનો વાતાવરણ મળેલું હોય છે.


psychology
# all rights reserved##

Gujarati Motivational by Dr Bharti Koria : 111934668
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now