કવિતા લખું છું...
લાગણીઓ ને અક્ષર રૂપી દેહ આપી
કાગળ પર વહેતાં કરું છું,
તો કલમ ની સાહી થી વગર બોલ્યે
બધું સમજાવું છું...
ગુંચવાયેલા મન નાં તરંગોને
શબ્દો બનાવી ગોઠવું છું,
એમ કરી મન ની વેદના-સંવેદનાને
કવિતા માં ઠાલવું છું...
સુખ અને દુઃખ નાં મિશ્રણથી
જગત ને સંદેશો આપું છું,
ક્યારેક પોતે હારી જાઉં છું
તો ક્યારેક સમયને હરાવું છું...
બોલીને સમજાવવા કરતાં
લખીને બધું કહેવાં માંગુ છું,
એટલે લાગણીઓ ને વ્યક્ત કરવાં
હું કવિતાઓ લખું છું...
Nirali✍🏻