બુદ્ધિ એટલે માનવીને કુદરત પાસે થી મળેલી અમૂલ્ય ભેટ.આજ બુદ્ધિ માનવીને દરેક સજીવ માં શ્રેષ્ઠ બનાવે છે.પણ શું જ્યારે કોઈ બુદ્ધિ ક્ષમતા ઓછી ધરાવતું હોય ત્યારે તેમનું જીવન કેટલું મુશ્કેલ ભર્યુ છે વિચારવું પણ ખૂબ પણ ખૂબ કઠિન છે.કોઈ પણ બાળક જ્યારે ઓછી બુદ્ધિ ક્ષમતા સાથે પૃથ્વી પર જન્મ કે છે તો તેમને અને તેમના માતા પિતાને, કુટુંબને તે બાળકને અપનાવવું તે ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. આપણી આસપાસ આપને ઘણાં બાળકોને આ સમસ્યા સાથે આપને જીવન પસાર કરતા જોઈએ છીએ તો ત્યારે જે વર્ગ આ બાબતે સમજે છે તેમને આવા બાળકોને યોગ્ય શિક્ષણ અને તાલીમ મળી રહે તે માટે દરેક પ્રાથમિક શાળામાં એક સ્પેશ્યલ ટીચર જોવા મળે છે જે સ્પેશિયલ ચાઈલ્ડ ના શિક્ષણ માટેની તાલીમ પ્રાપ્ત કરેલ હોય છે જે પણ બાળક કોઈ પણ પ્રકારની ખામી અથવા તો ક્ષતિ ધરાવે છે. જેને આપણે દિવ્યાંગ તરીકે ઓળખીએ છીએ તેમને સ્પેશિયલ ટીચર તાલીમ અને યોગ્ય શિક્ષણ દ્વારા એક સામાન્ય જીવન પસાર કરવા અથવા તો કોઈપણ ક્ષતિ ધરાવતા બાળકોની અંદર રહેલી ક્ષમતાઓને ઓળખી તે ક્ષમતાઓને યોગ્ય રસ્તે વાળી તેમનામાં આત્મવિશ્વાસ અને આગળ વધવાની પ્રેરણા પૂરી પાડે છે. આમ જ આવા દિવ્યાંગ બાળકો માટે અનેક પ્રકારની ઘણી બધી સંસ્થાઓ પણ કાર્યરત છે જો આપણી આસપાસ કોઈપણ દિવ્યાંગતા ધરાવતું બાળક જોવા મળે તો માનવતા ધર્મની દ્રષ્ટિએ દરેક વ્યક્તિની ફરજ છે કે દિવ્યાંગતા ધરાવતા બાળકો બાળકોના માતા પિતાની યોગ્ય માર્ગદર્શન આપી તેમની સમસ્યાઓની થોડી ઓછી કરવામાં આપણે ભાગ ભજવી શકીએ છીએ.