શું કામ ગેરહાજરીમાં મારી વાત કરે છે.
આમ તો મિત્ર છે તોય શાને ઘાત કરે છે ?
હોય સાથે ત્યારે તો કશું પણ ન બોલતો,
આઘીપાછી કરીને તું જાણે નિરાંત કરે છે.
કરી જો વર્તન કે શત્રુ મોંમા આંગળા નાખે,
દેખા છો પ્રભાત કેમ અમાસરાત કરે છે?
ભેગા થૈને ભાઈબંધ કોઈ પ્રવૃત્તિ બદલોને,
સંપ સહકારના ગુણો આત્મસાત કરે છે?
દુશ્મનના ઘાને સહન કરવા ટેવાયેલો છું હું,
દોસ્તોના ઘાવ હવે મારા ખાટાદાંત કરે છે.
- ચૈતન્ય જોષી. ' દીપક 'પોરબંદર.