દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહેવું સહેલું નથી, પણ અશક્ય પણ નથી. જો વ્યક્તિ સારા સારા પુસ્તકોનું વાંચન કરે, પોતાની આજુબાજુ સકારાત્મક વ્યક્તિઓને જ રાખે, અને હંમેશા સકારાત્મક જ વિચારે તો ક્યારેય નિરાશ થવાનો વારો આવતો નથી.
સકારાત્મકતા કોઈ અન્ય વ્યક્તિમાં લાવી શકતું નથી, માત્ર એને એ દિશામાં લઈ જવા મદદ કરી શકે છે. જેમ તમે વ્યક્તિનાં મોં સુધી કોળિયો લઈ જાઓ, પણ એને ચાવીને ગળે તો એ વ્યક્તિએ પોતે જ ઉતારવો પડે, એમ ઘણી બધી બાબતો વ્યક્તિને સકારાત્મક રહેતાં શીખવે, પણ સકારાત્મક બનવું તો એણે જાતે જ પડે.
પોતાની જીવનશૈલી કે આહારશૈલી બદલવાની કોઈ જ જરુર નથી. માત્ર વિચારશૈલી બદલો એટલે આપોઆપ સકારાત્મક થઈ જવાય.
#Positive