જ્યાં જ્યાં સાચું બોલ્યો ત્યાં પથારી ફરી છે.
અસત્યનો પટારો ખોલ્યો ત્યાં પથારી ફરી છે.
લાગે છે કે લોકોને સત્ય મુદલ પચતું જ નથી,
જ્યાં સત્યનો સાદ ઝીલ્યો ત્યાં પથારી ફરી છે.
ગણાતા જે આત્મીય તે પણ અરિ બની બેઠા,
જ્યાં જ્યાં અનૃત ભૂલ્યો ત્યાં પથારી ફરી છે.
નફરત કરવા લાગ્યા લોકો મને સત્ય પ્રકાશતાં,
ડર ઈશ્વરનો જ્યાં રાખ્યો ત્યાં પથારી ફરી છે.
બન્યો ભોગ લોકનિંદાનોને વગોવાયો પણ છું,
સત્યના માર્ગે પગ મેલ્યો ત્યાં પથારી ફરી છે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.