જૂઠ પીરસાય થાળીમાં તો કોઈ એમ નથી કહેતું કે,
ભાવતું નથી પણ સત્ય સાથે સૌ કોઈને ફાવતું નથી.
સુખમાં સૌ સગા - સ્નેહી વણનોતર્યા ચાલ્યા,
આવે છે દુઃખમાં કોઈ મદદ કરવા આવતું નથી.
અવની પર સહારો દેનાર તો ઘણાય મળી જાય છે "આર્ય "
મૃત્યુ પછી પાપ -પુણ્ય સિવાય સાથે કઈ આવતું નથી.
લી.ચૌહાણ સુરજબા "આર્ય "મુન્દ્રા ( કચ્છ )