ચંદ્ર ના હોય તો અવની પર જળ ના હોય
ગુરુ ના હોય તો પૃથ્વી પર જ્ઞાની ના હોય
બુધ ના હોય તો ધરતી હરિયાળી ના હોય
શુક્ર ના હોય તો વસુધા પર સૌંદર્ય ના હોય
શનિ ના હોય તો ધરા પર સત્ય ના હોય
કેતુ ના હોય તો તમારો કોઈ હેતુ ના હોય
રાહુ ના હોય તો નકારાત્મકતા ના હોય
સૂર્ય ના હોય તો હકારાત્મકતા ના હોય
પૃથ્વી ના હોય તો 9 ગ્રહ 27 નક્ષત્ર અને
12 રાશિ ના હોય
✍️ચૌહાણ સુરજબા "આર્ય "