માણસ માણસનું સ્વાગત કરે.
કરેલાં વર્તનને જાણે પરત કરે.
સાવ હિસાબી વર્તાવ છે એનો,
શબ્દોનો પ્રતિભાવ એ તરત કરે.
પોતે સાચા હોવાનું સિદ્ધ કરવા,
પછી વાતવાતમાં એ શરત કરે.
સિદ્ધાંતોમાં લચકતા જોવા મળે,
સમય સાથે ભળી ગતાનુગત કરે.
ભાઈ, એ તો માણસ છે એથી તો,
જેને ચાહે એના પર એ છત કરે.
- ચૈતન્ય જોષી. 'દીપક ' પોરબંદર