કહી દે સાચે સાચું, આમ મન માં ના રાખ,
આમ અચાનક બદલાઈ જવાનું તું કારણ તો આપ ? !!
યાદ છે એ મિત્રતા ને પછી ધીમે ધીમે નજીક આવેલા,
યાદ તને પણ હશે સાથે એ દિવસો વિતાવેલા,
નાની નાની વાત માં ક્યારેય બોલવાનું થાય,
પણ કેવાય છે ને એને જ સાચો પ્રેમ કેવાય,
મેં જે કઈ કર્યું, જે કઈ બોલ્યો, બધે તારી જ તો ફિકર હતી,
હજુય કઉ છું નિઃસ્વાર્થ પ્રેમ છે, મારો સ્વાર્થ નથી,
આ દિલ દર્પણ જેવું સાફ છે, તું ધારી ને પેલા ની જેમ જોતો ખરા,
વાત ને શાંતિ થી વિચાર તો ખરા,
કેટલીય મજબૂરીઓ મારી, તોય હું તારો છું,
પેલા તારો ને પછી હું મારો છું,
અઢળક વાતો થતી જે શરૂ શરૂ માં, હવે કેમ ઓછું થઇ ગયું ?
મારા સાચા પ્રેમ માં શું બાકી રહી ગયું ?
માન્યું કે સમય નથી તારી પાસે, પણ મારી માટે જરાક સમય તો નિકાળ,
હું તારા પ્રેમ માં નહિ માનું ક્યારેય હાર,
મેં કઈ ના માગ્યું ને કઈ જ નહિ માગું,
બસ તું પાસે બેસ થોડી વાર, તને સાથે હું રાખું,
કહી દે સાચે સાચું, આમ મન માં ના રાખ,
આમ અચાનક બદલાઈ જવાનું તું કારણ તો આપ ? !!
મનોજ પ્રજાપતિ ' મન'