#Attitude
મારી વાતમાં રહે ખુમારી
હું છું આજની નારી
આંસું પાડી ફરિયાદ કરવી
જૂની થઈ ગઈ એ કહાની
મુશ્કેલીઓથી બાથ ભીડી લઉં
નિરાશા ને દઉં હંફાવી.
મારા બદલાયેલા એટીટ્યુડ થી
ભલે કહેવાતી આકરી.
પણ અબળા થઈને, અપમાન સહિને
હવે જતી નથી હું હારી
દાવ જગતના જીતી જાઉં
એવી તગડી હું ખેલું પારી
હું છું આજની નારી.
#Attitude