કેટલા પ્રહારો સહેવા પડ્યા નાજુક ઉરને.
આખરે શબ્દો કહેવા પડ્યા નાજુક ઉરને.
સંવેદનશીલતા એ અભિશાપ કુદરતનો છે,
વિષઘૂંટ કેટલા ગળવા પડ્યા નાજુક ઉરને.
ઘવાયું કેટકેટલુંય પ્રસંગોના પ્રહારો થતાં ને,
ન ભૂલાય કદી, ભૂલવા પડ્યા નાજુક ઉરને.
સૌને પોતપોતાનું અહં પોષવાની છે ચાહત,
વિકટ સંજોગોને સહેવા પડ્યા નાજુક ઉરને.
કેટકેટલું વેઠવું પડ્યું જ્યાં વાસ છે ઈશ્વરનો,
વન વે વર્તનો આચરવા પડ્યાં નાજુક ઉરને.
-ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.