બે વ્યક્તિ વચ્ચે જ્યારે પ્રેમ થાય છે,ત્યારે બંને એકબીજાની કેરિંગ ટાઈમ ટુ ટાઈમ કોલ અને મુલાકાત કરતા હોય છે,એકાબીજા વગર રહી નથી શકતા ને અમુક વર્ષો પછી પુરુષ તે સંબંધમાંથી નીકળવા માંગે છે,તે કોલ અને મળવાનું ઓછું કરી નાખે છે,અને સ્ત્રી તે સંબંધ જાળવવા માટે કરગરતી હોય છે પોતાના સ્ટેટસ મૂકે અને પોતાના દિલની વાત જણાવતી હોય છે વારે વારે સમજાવતી હોય છે કે તું મને છોડીને જઈશ તો પસ્તાવો થશે મને તું તારો ટાઈમ આપ ને મારી સાથે રહે પ્લીઝ, મને તું કોલ માં એવોઈડ ના કર મારાથી તારુ દુર જવું અવોઈડ સહન નથી થતું હુ મરી જઈશ હુ પાગલ થાવ છુ,મને સમજાતું નથી કે હુ તારા વગર શ્વાસ પણ કેમ લઈશ, પ્લીઝ મને છોળીને ના જા,સ્ત્રી વારેવારે જલીલ થવા છતા પ્રેમની ભીખ માંગે છે..
પણ પુરુષ તે વાત તે સમયે સમજી શકતો નથી,અને તેનાથી દૂર થઈ જાય છેછે
પુરુષ તે સ્ત્રી પર દયા રાખી અને તેના કોલ ના જવાબ આપે છે પણ મન વગરના કારણ કે પુરુષ નુ મન તે સ્ત્રી પરથી ધરાઈ ગયું છે,થાકી ગયું છે,
પણ તે સ્ત્રી પણ તે સંબંધને અધ વચ્ચે રાખવા માંગતી નથી,પુરો સબંધ સમાપ્ત કરે છે,થોડા સમય પછી તે પુરુષ ફરી પાછો તે સ્ત્રીની લાઈફમાં એન્ટર થવા માંગે છેતે પુરુષ બીજી સ્ત્રીઓ ની ગુણવતા ચેક કરીને પાછો આવે છે,પણ તે સ્ત્રી તેને પાછી જગ્યા આપી શકતી નથી,કારણ કે તે સ્ત્રી બહુ પોતાને મજબૂત બનાવી ચૂકી હોય છે,તે સમજી ચૂકી હોય છે કે તે ફરીને આ ઘટનાનો સામનો કરવા માંગતી નથી,લગભગ બધા જ લવરિલેશનમાં આવું થાય છે…પુરુષ જલ્દી કોઈ સંબંધ થી કંટાળી જાય છે,અને સ્ત્રી તે સંબંધમાં હંમેશા રહેવા માંગતી હોય છે,જ્યારે સંબંધ તૂટવાના અણી ઉપર હોય છે ત્યારે સ્ત્રી પોતાને લાખ સમજાવે છે કે હવે આ સંબંધ પૂરો થઈ ગયો છે તો પણ સ્ત્રી વેન્ટિલેટર ઉપર પણ તેને બચાવવા માંગતી હોય છે,
પણ પુરુષ તે સંબંધમાં એટલો બધો કંટાળી ગયો હોય છે કે તે એક ઝાટકે સંબંધ પૂરો કરવા માંગે છે,આ બંને પોતાની જગ્યાએ રાઈટ છે,પોતાના કુદરતી સ્વભાવ પ્રમાણે પોતાની જગ્યા છોળી શકતા નથી,બંનેમાંથી એક પણ સમજી શકતા નથી કે શું કામ સંબંધ ખતમ થઈ ગયો..??અને આવો સરસ સંબંધ ખતમ થઈ જાય છે,, અને એ ખતમ થયેલા સંબંધની છાપ લિસોટા બંનેના દિમાગમાં અને દિલમાં રહી જાય છે,અને પ્રેમના નામથી બંને નફરત પર આવી જાય છે,બીજી વાર કોઈના પર ભરોસો કરવાને બંનેમાંથી એક પણ લાયક રહેતા નથી,છેલ્લે જ્યારે પણ પ્રેમની વાત આવે છે ત્યારે પાછું આ જ પાત્ર યાદમાં રહી જાય છે જેને દિલો જાનથી પ્રેમ કરેલો હોય જેની સાથે સ્વર્ગના સુખો માણેલા હોય તે જ નરકનો અહેસાસ કરાવીને જાય છે,અને આ એક પ્રકૃતિ નો ખેલ કહી શકાય…..
આમાં એક પાત્ર સમજી જાય તો સંબંધ રહે આવું કશું હોતું નથી,
ગમે તેટલા સમજી જઈએ તો પણ કુદરત નો નિયમ છે,આવેલું છે તે જાય છે ચક્ર ને કોઈ રોકી શકતું નથી,…..
પણ હા.. આ પ્રેમ કોઈને જીવવાની મોટી બધી શીખ આપીને જાય છે,કોઈને જીવતા મારીને જાય છે, આ જ પ્રેમમાં બંને એ ઘણુ બધુ પામેલ ને ગુમાવેલ હોય છે.,,બસ ….