જે એકલાં રહીને આનંદ માણી શકે એ ક્યારેય દુઃખી ન થાય.
એણે પોતાની જાત સિવાય કોઈ પાસે અપેક્ષા રાખવાની રહેતી નથી. ભલે માનવી સામાજિક પ્રાણી છે, પણ ક્યારેક એકલાં રહેવું એ માનસિક શાંતિ માટે જરુરી છે.
એકલાં રહેવું અને એકલાં હોવું બંને ભિન્ન છે. ક્યારેક એકલતા માણવી જોઈએ, જેથી કરીને પોતાની જાત સાથે સમય ફાળવી શકો અને પોતાને ઓળખી શકો.
એકલાં રહીને ચોક્ક્સ જાણી શકશો કે જેમાં સુખ શોધીએ છીએ એ ખોટી જગ્યા છે. જ્યાં સુધી પોતે પોતાને ખુશ રાખતાં ન શીખીએ ત્યાં સુધી કોઈ આપણને ખુશ ન કરી શકે. આ માટે જ દિવસમાં એકાદ કલાક એકલાં રહેવું જરુરી છે.
#Alone