Gujarati Quote in Poem by સુરજબા ચૌહાણ આર્ય

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લક્ષ્મી સ્થિર નથી,
કર્મ કોઈને છોડતું નથી,
શંકાનું સમાધાન નથી,
વહેમ નો ઈલાજ નથી,
સત્ય કોઈને ગમતું નથી,
સમય કોઈનો સગો નથી,
કામની કોઈ જ્ઞાતિ નથી,
આત્માની કોઈ જાતિ નથી,
લોભને થોભ નથી,
ક્રોધને સંયમ નથી,
ઇન્સાનને શાંતિ નથી,
દુઃખ વેચી શકાતું નથી,
સુખ ખરીદી શકાતું નથી,
સાચો પ્રેમ કોઈને મળતું નથી,
કલિયુગમાં ઈશ્વરથી કોઈ ડરતું નથી,
સંસ્કાર ને સાચવતા નથી,
બેઈમાની ને છોડતા નથી,
અમૃત કોઈને પચતું નથી,
ધર્મ કોઈને કરવું નથી,
સત્યના રસ્તે જવું નથી,
સત્કર્મ કરવું ગમતું નથી,
લી. ચૌહાણ સુરજબા "આર્ય " મુન્દ્રા (કચ્છ )

Gujarati Poem by સુરજબા ચૌહાણ આર્ય : 111929711
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now