ગર્ભશ્રીમંત ના ઘરે જન્મ્યો હું સંપત્તિવાન તો,
થઇ ગયો પણ સંસ્કાર વિહોણો રહી ગયો.
પૈસા કમાવવાના ચકરમા માતા પિતા દૂર મારાથી,
ભાણવવાના ચકર મા હું રહ્યો અલગ એમનાથી.
જીંદગીની મોજ તો દોસ્તોની ફોજ સાથે માણી લીધી,
છતાં જીંદગીના મહત્વના પાઠ ભણવાના બાકી રહી ગયા.
જીંદગીના અમુક દિવસો ખુશીમા વહી ગયા,
જીવનના અમુક દિવસો ગમગીન રહી ગયા.
બહુ મોડી ખબર પડી મને કે મિત્રો પણ જરૂરી છે,
દોલત ઘણી મળી જીવનમાં સાચા સબંધો
કમાવાના તો બાકી રહી ગયા,
અર્ધાંગનાના મોહમા સાચા સંબધો તો વૃદ્ધાશ્રમમા
જ રહી ગયા મર્યા પછી ખબર પડી જે દોલત પર
ગુમાન હતું મને એ પૈસા તો ધરતી પર જ રહી ગયા,
✍️ચૌહાણ સૂરજબા "આર્ય "