પથ્થરને કયા જરૂર હતી પગથિયું બનવાની આતો,
ટાંકણાના ઘા સહી ના શક્યું એટલે મૂર્તિ ના બની શક્યું .
ફૂલો ને કયા ઉતાવળ હતી બદનામ ગલીઓ ના ગજરા બનવાની આતો મંદિરે પહોંચાડી દે એવુ કોઇ યોગ્ય પૂજારી ના મળ્યો .
જીવ ને કયા જરૂર હતી આ માયાજાળ માં પડવાની આતો ભવાસાગર પાર કરાવી દે એવો કોઇ સક્ષમ ગુરૂ ના મળ્યો.
"આર્ય " ઇન્સાન ને ક્યાં જરૂર હતી પ્રેમ માં પડવાની આતો અધ્યાત્મક નું માર્ગ ચિધે આવુ કોઇ હમસફર ના મળ્યું .
✍️ચૌહાણ સુરજબા "આર્ય "