આજે એક રસપ્રદ ફળ એવું બીલા વિશેની વાત કરીએ. આપણે બધા શ્રાવણ માસમાં ભગવાન શિવને બીલીપત્ર ચળાવીએ છીએ.
આ બીલીના ઝાડમાં જ ઉનાળાના દિવસોમાં એક ફળ આવે છે જેને બીલા કહેવામાં આવે છે. આ બીલાનો શરબત બનાવવામાં આવે છે. આપણે એના ફાયદાઓ જાણીએ તે પહેલાં બીલાનો શરબત કેવી રીતે બને છે તે જાણી લઈએ.
આ બીલીમાંથી પાકા થઈ ગયેલા બીલાને લઈને તેના વચ્ચેથી બે ભાગ કરીને તેનો વચ્ચેનો ગભૅ કાઢીને તેને જેટલા લોકોને પીવાનો હોય તેટલું પાણી લઈને તેમાં નાખવામાં આવે છે અને તેમાં તમે જે પ્રમાણમાં મીઠાસ પસંદ કરતા હોય તે પ્રમાણમાં સાકરનો ભૂકો તેમાં ભેળવી તેને બ્લેન્ડર ફેરવી તેને ગાળીને પછી તાજો તાજો પીવામાં આવે છે.
આ બીલાનો શરબત નિયમિત રીતે લેવાથી ઘણી બધી બિમારીઓમાં ફાયદો થાય છે. ડાયાબિટીસ, પેટને લગતી કોઈપણ સમસ્યા,કબજિયાત,એસિડિટી,હદયને લગતા રોગો,ઉનાળામાં લૂ ન લાગે તે માટે આવી તો ઘણી બધી બિમારીઓમાં ફાયદો કરે છે. આયુર્વેદ પણ આના અનેક ફાયદાઓ બતાવે છે.
🙏 "Rup"